સતત વરસી રહેલા વરસાદને કારણે માતર વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આવી સ્થિતિમાં માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સ્થાનિક મંડળના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પાણીના નિકાલની કામગીરીનું સ્થળ પર રહી નિરીક્ષણ કર્યું હતું.
ધારાસભ્યશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને પાણીનો ઝડપી નિકાલ થાય અને લોકોને મુશ્કેલીમાંથી તાત્કાલિક રાહત મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક કાર્યકરો પણ સેવા કાર્યમાં સક્રિય રહ્યા હતા.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં લોકોની સાથે રહી તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવું એ જ જનપ્રતિનિધિની સાચી જવાબદારી છે. વરસાદી સંકટ દરમિયાન પણ સેવા કાર્ય સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે.