ધાનેરા તાલુકાના થાવર ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ધાનેરા તાલુકાના થાવર ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
પત્રકાર -ગોગજીભાઇ ઠાકોર
ગામ -થાવર તા ધાનેરા જી બનાસકાંઠા
ધાનેરા તાલુકાના થાવર ગામ પાસે માલોત્રા જવાના ત્રણ રસ્તા પાસે ગઇ મોડી રાત્રે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમા એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો અને ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.જેથી 108 ને જાણ કરતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ગાડી માં રહેલ મૃતકના શરીરમાં ગાડી ના પતરા ઘૂસી જવા પામ્યા હતા જેથી ધાનેરા ફાયર વિભાગ ને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સાધન અભાવે પાલનપુર ફાયર વિભાગ ને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતકને બહાર નીકાળી પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો