હવામાન
ઉનામાં જલઝીલણી એકાદશીએ મેઘરાજાની તોફાની એન્ટ્રી: અડધા જ કલાકમાં જળબંબાકાર!
ઉનામાં જલઝીલણી એકાદશીએ મેઘરાજાની તોફાની એન્ટ્રી: અડધા જ કલાકમાં જળબંબાકાર!
તા. 22/09/2026 મંગળવાર ઉનામાં જલઝીલણી એકાદશીએ મેઘરાજાની તોફાની એન્ટ્રી: અડધા કલાકમાં જળબંબાકાર, વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ
ઉના:
પવિત્ર જલઝીલણી એકાદશીના રોજ ઉના શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ભવ્ય તેમજ તોફાની એન્ટ્રી કરી હતી. ગરમી અને બફારાથી અકળાયેલા ઉનાવાસીઓને વરસાદી ઝાપટાથી મોટી રાહત મળી હતી, પરંતુ ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું.
વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ
બપોરના સમયે અચાનક વાદળો ઘેરાયા હતા અને કાનફાડ વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. માત્ર અડધા જ કલાકના ગાળામાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.
મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ
માત્ર ૩૦ મિનિટમાં પડેલા ભારે વરસાદના કારણે ઉનાના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને પણ પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શ્રદ્ધાળુઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
એક તરફ જલઝીલણી એકાદશીના પવિત્ર પર્વે ભગવાનની શોભાયાત્રા અને ઉત્સવનો માહોલ હતો, ત્યારે બીજી તરફ મેઘરાજાએ પધરામણી કરીને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરાવી દીધી હતી. આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે. ન્યૂઝ રિપોર્ટર યોગેશ ડાંગોદરા ભડીયાદર
GIR SOMNATH






















