ખેડુતોની જંગમ મિલકત એવા ઢોરો (ભેસો) ની ચોરી કરી કતલખાને તથા અન્ય જગ્યાએ વેચી મારી ખેડુતોને આર્થીક નુકશાન કરી મિલ્કત સબંધી ગુન્હાઓ વારંવાર કરતા ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ(IPS) ગાંધીનગર રેન્જ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ(IPS), મહેસાણા નાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અને જાહેર વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસામાજીક તત્વો સામે અસરકારક અટકાયતિ પગલા લેવા જણાવેલ છે. જીલ્લામાં જાહેર વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાન્તીનો ભંગ કરનાર અને વારંવાર શરીર સબંધી, મિલ્કત સબંધી, ખેડુતોની જંગમ મિલકત એવા ઢોરો (ભેસો) ની ચોરી કરી કતલખાને તથા અન્ય જગ્યાએ વેચી મારી ખેડુતો આર્થીક નુકશાન કરતા મિલ્કત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકૂશ લાવવા તથા આવી પ્રવૃતિ ડામવા સારૂ અને આ અસામાજીક તત્વો સામે કાયદાકીય પરીણામલક્ષી કામગીરી કરવા અમો એ.એમ.કામળીયા પો.ઇન્સ. એલ.સી.બી., મહેસાણાને સુચના આપેલ. જે સુચના અન્વયે અમદાવાદ શહેર જુહાપુરા, ધોળકા જી.અમદાવાદ તથા ભટાસણ તા.કડી વિસ્તારમાં વસવાટ કરતાં અને મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહીત ઇતિહાસ ધરાવતા (૧) મુબારક હારૂનભાઇ અમીરભાઇ કુરેશી રહે.૧૨-હીંમતજીગર સોસાયટી, રોયલ અકબરની પાછળ જુહાપુરા, અમદાવાદ (૨) રહેમુદીન ઉર્ફે રહેમાન ગુલામભાઇ અબ્દુલભાઇ ધાંચી રહે.મફતીયાપરા કચેરી રોડ, બેકા ટેકરી, ધોળાકા તા.ધોળકા જી.અમદાવાદ (૩) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહીમમીયાં બકસુમીયા સૈયદના રહે.ભટાસણ તા.કડી જી.મહેસાણા વાળાઓના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓને મોકલી આપેલ હતી. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણા દ્રારા સદર ત્રણે દરખાસ્તો લગત મળેલ પાસા વોરંટ આધારે એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ અટકાયતીની અટકાયત કરવા કાર્યવાહી ધરેલ,
જે અન્વયે એલ.સી.બી મહેસાણાના પો.સ.ઇ. શ્રી બી.વી.વાધોલા, પો.સ.ઇ. શ્રી એ.ડી.કાકરેચા, એ.એસ.આઇ. બિપીનચંદ્ર દશરથલાલ, હેડ કો. પ્રદિપકુમાર જયંતીલાલ, પો.કો. અજયસીંહ બાદરજી, પો.કો. નરેન્દ્રસીંહ નટુજી, પો.કો. જોરાજી કડવાજી, પો.કો.મનુજી ફતાજી, પો.કો.રાજેશજી ચુનાજી, વિગેરે સ્ટાફ સાથે મળી પાસા વોરંટના આરોપી (૧) મુબારક હારૂનભાઇ અમીરભાઇ કુરેશી રહે.૧૨-હીંમતજીગર સોસાયટી, રોયલ અકબરની પાછળ જુહાપુરા, અમદાવાદ વાળાને તા.૨૦/૦૯/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે અમદાવાદ મુકામેથી અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે (૨) રહેમદીન ઉર્ફે રહેમાન ગુલામભાઇ અબ્દુલભાઇ ધાંચી રહે.મફતીયાપરા કચેરી રોડ, બેકા ટેકરી, ધોળાકા તા.ધોળકા જી.અમદાવાદ વાળાને તા.૨૦/૦૯/૨૦૨૬ ના ક.૧૯/૧૫ વાગે ધોળકા મુકામેથી અટકાયત કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે તથા (૩) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહીમમીયાં બકસમીયા સૈયદના રહે.ભટાસણ તા.કડી જી.મહેસાણા વાળાને તા.૨૧/૦૯/૨૦૨૬ ના ક.૧૪/૦૫ વાગે ગામ ભટાસણ તા.કડી મુકામેથી અટકાયત કરી મધ્યસ્થ જેલ કચ્છ-ભજ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
તા.૨૨/૦૯/૨૦૨૬
(એ.એમ.કામળીયા) પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા