Wednesday, September 23, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
Bureau Chiefs
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Personal Finance News
Latest News
હેલ્થ
વ્યારામાં ૩૧૭ બેડની અદ્યતન યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત
વ્યારામાં ૩૧૭ બેડની અદ્યતન યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આદિજાતિ વિસ્તારના લોકોને અદ્યતન અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નજીકના સ્થળે મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વ્યારામાં ૩૧૭ બેડની અતિઆધુનિક યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય સરકાર સાથે પી.પી.પી. મોડેલ પર આકાર પામી રહેલા યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત નવી ૮૦૦ બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાપી સહિતના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના લોકોને અદ્યતન આરોગ્ય સુવિધાઓની ભેટ મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત હોસ્પિટલ પરિસરની મુલાકાત લઈ વિવિધ અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની માહિતી મેળવી હતી. નવી ૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ હોસ્પિટલમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં હાલમાં કાર્યરત તબીબી સેવાઓ અને દર્દીઓની સારવારનું સ્થળાંતર કરવામાં આવશે. નવી ૮૦૦ બેડની હોસ્પિટલના નિર્માણ દરમિયાન દર્દીઓને સારવારમાં અગવડ ન પડે અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે હેતુથી હાલના હોસ્પિટલ કેમ્પસમાં જ આ ટ્રાન્ઝિશનલ સુવિધા વિકસાવવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યારામાં આગામી સમયમાં ૧૫૦ બેઠકોની MBBS મેડિકલ કોલેજ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સહિતનું વિશાળ હેલ્થકેર હબ વિકસાવવામાં આવશે. અંદાજિત રૂ. ૯૧૦ કરોડના આ સમગ્ર પ્રોજેક્ટને યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તાપી ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આશરે ૮ લાખથી વધુ લોકોને નજીકના સ્થળે જ અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે. ૯,૯૮૬ ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં વિકસાવવામાં આવેલી ૩૧૭ બેડની હોસ્પિટલમાં ૨૭૧ વોર્ડ બેડ અને ૪૬ ક્રિટિકલ કેર બેડનો સમાવેશ થાય છે. ૧૭ ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ માટે ૨૪ સમર્પિત OPD રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે દૈનિક આશરે ૧,૨૦૦ દર્દીઓને OPD સેવા આપી શકાશે. હોસ્પિટલમાં ૩ મેજર સર્જરી અને ૧ સીઝેરિયન તથા મેટરનિટી સેવાઓ માટે કુલ ૪ સુસજ્જ ઓપરેશન થિયેટર ઉપરાંત ER Minor OT અને Post-Mortem OTની સુવિધા પણ ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર માટે ૩૪ ICU બેડ, ૧૨ NICU/PICU બેડ અને ૬ ER બેડની સુવિધા છે. આ ઉપરાંત અદ્યતન પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ સેન્ટર, X-Ray, USG, ૮ બેડનું ડાયાલિસિસ યુનિટ, CSSD, કાંગારૂ મધર કેર રૂમ અને NRC વોર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વ્યારામાં જ વિશિષ્ટ તબીબી સારવાર ઉપલબ્ધ થવાથી તાપી જિલ્લાના દર્દીઓને અદ્યતન સારવાર માટે આશરે ૭૫ કિલોમીટર દૂર સુરત જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના નજીકના વિસ્તારમાં જ ગુણવત્તાસભર આરોગ્યસેવા મળવાથી સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રમતગમત અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યો શ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરી સહિતના જનપ્રતિનિધિઓ, યુ.એન. મહેતા ગ્રુપના અધિકારીઓ, સ્ટાફ તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2026-09-22
TAPI
તહેવાર
વલસાડ કોસંબા ગામે એકાદશી નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન નું જળ અભિષેક
વલસાડ કોસંબા ખાતે તારીખ 22/09/2026 ને મંગળવારે એકાદશી નિમિત્તે ગામ ના બધા મંદિરો માંથી શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને જળ અભિષેક કરવા માટે વલસાડ કોસંબા મા આવેલું દરિયા નું પવિત્ર સ્થળ છે. જે વલસાડ કોસંબા મા આ વેલી ઓવર*ગા નદી અને સમુદ્ર ,જ્યાં બંને ના સંગમ થાય છે, તેવા પવિત્ર કિનારે લઈ જવામાં આવી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ને બધાજ કોસંબા ગામ ના ભક્તો દ્વારા જળ અભિષેક કરાવ્યો.અને ભગતી સાથે ભજન કીર્તન કરાયા.જેમાં ગામ ના બધાજ ભાવિકો ભક્તો મા આવા શુભ પ્રસંગ નો આનંદ અનુભવાયો હતો. તદ્દ ઉપરાંત શ્રી કૃષ્ણ ભગવાન ની પ્રતિમા ને સુંદર અને શુધ્ધ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ની આરતી કરવામાં આવી, સાથે ભગવાન ને પ્રસાદ ના ભોગ ધરાવવામાં અવયવો. ત્યારબાદ બધાજ ભાવિકો આવા પવિત્ર સ્થળે સાથે બેસીને ભેગા મળીને ભગવાન કૃષ્ણની પ્રસાદી ખાવા નો આનંદ અનુભવ્યો.
2026-09-22
VALSAD
સ્થાનિક
કડોદરા ચલથાણ નગરપાલિકામાં આજે સાંજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નગરપાલિકા પરિસરમાં સભ્યોની નામાંવલીનું બોર્ડ બદલવા મુદ્દે સત્તાપક્ષ અને અપક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ વણસતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેની વાતચીત બાદ આખરે વિવાદિત બોર્ડને ઉતારી લેવામાં આવ્યું છે
આજે સાંજના આશરે ૫ વાગ્યાના અરસામાં કડોદરા ચલથાણ નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર દ્વારા જૂનું નામાંવલી બોર્ડ હટાવીને નવું બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં જ સત્તાપક્ષના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી.બોર્ડ લગાવવા બાબતે બંને પક્ષો વચ્ચે ભારે તુ-તુ-મેં-મેં અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. સત્તાપક્ષનો આક્ષેપ હતો કે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરની પૂર્વ મંજૂરી વિના જ બોર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતા જોઈને નગરપાલિકાના ચીફ ઓફિસર પી.એચ. ચૌધરીએ સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પ્રમુખની સૂચના અને નિર્ણય બાદ ચીફ ઓફિસરે નવું બોર્ડ લગાવવાની મનાઈ ફરમાવી હતી અને હાલ પૂરતું બોર્ડ ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો. સામે પક્ષે અપક્ષ કોર્પોરેટર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ અંગે તેમણે આશરે ૧૫ દિવસ પહેલાં જ ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું, જે તે સમયે ચીફ ઓફિસરે પ્રમુખને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી.તમામ વિવાદ બાદ આખરે નગરપાલિકા તંત્ર દ્વારા વિવાદિત બોર્ડ ઉતારી લેવાતાં મામલો થાળે પડ્યો હતો, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
2026-09-22
SURAT
સ્થાનિક
કરજણના સિમળી ગામે સેવાસેતુના દ્વિતીય તબક્કાનો કાર્યક્રમ યોજાયો
**કરજણ:** કરજણ તાલુકાના સિમળી ગામે સેવાસેતુ અભિયાનના દ્વિતીય તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સેવાસેતુ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનોની વિવિધ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા સાથે જરૂરી પ્રમાણપત્રો તથા સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી સેવાઓ માટે લોકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સમય તથા શ્રમની બચત થાય તે દિશામાં સેવાસેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. તેમણે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સિમળી ગામે યોજાયેલા સેવાસેતુ કેમ્પ દરમિયાન ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક કક્ષાએ જ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતા ગ્રામજનો દ્વારા કાર્યક્રમને આવકારવામાં આવ્યો હતો.
2026-09-22
VADODARA
અપરાધ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો: ચાંદખેડામાં પ્રોવિઝન સ્ટોરની આડમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલક ગિરફ્તાર
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી દારૂ અને બિયરના વેચાણ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરીને એક મોટી સફળતા મેળવી છે. ઘટનાની વિગત એવી છે કે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે આઠેક વાગ્યે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાંદખેડાના ત્રાગડ રોડ પર ગોદરેજ ગાર્ડન સિટી પાસે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાહુલ અમરતભાઈ અને કિશોરસિંહને એક સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે, ત્રાગડ રોડ પર ઉમા ભવાની સોસાયટી પાસે આવેલા તેજેન્દ્ર કોમ્પ્લેક્ષની દુકાન નંબર ૨, "ધનલક્ષ્મી સ્ટોર" માં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરી રહ્યો છે. આ સચોટ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને બે સ્થાનિક પંચોને સાથે રાખ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા કોમ્પ્લેક્ષ પાસે પહોંચી છુટાછવાયા પગે જઈને ધનલક્ષ્મી સ્ટોર પર ઓચિંતો છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન દુકાનનું શટર ખુલ્લું હતું અને અંદર હાજર દુકાનદારની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પવન રાજુભાઈ સોલંકી (ઉંમર ૩૦, મૂળ રહે. રાજસ્થાન, હાલ રહે. પ્રહલાદપાર્ક સોસાયટી, ચાંદખેડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચોની રૂબરૂમાં દુકાનની અંદર તપાસ કરતા ફ્રિજ પાસેથી એક થેલા તથા પ્લાસ્ટિકની થેલીઓમાંથી વગર પાસ-પર્મિટે રાખેલો ભારતીય તેમજ વિદેશી બનાવટના દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૯ બોટલો, ૧ રોયલ સ્ટેગની હાફ બોટલ, ૧૧ ક્વાટરિયા અને ૧૯ બિયરના ટીન મળી કુલ ૫૦ નંગ દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૯,૦૪૫/- થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપીની અંગઝડતીમાંથી એક વિવો કંપનીનો સ્માર્ટફોન (કિંમત રૂ. ૧૫,૦૦૦/-), રોકડા રૂપિયા ૭૦૦/- અને એક થેલો (કિંમત રૂ. ૧,૦૦૦/-) મળી કુલ રૂપિયા ૩૫,૭૪૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદા મુજબ સમગ્ર રેઇડની ઇ-સાક્ષ્ય (e-Sakshya) એપ્લિકેશન મારફતે ઓનલાઇન વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. અંતે, રાત્રે ૨૨:૩૦ વાગ્યે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી પવન સોલંકી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીરભદ્રસિંહ ગોપાળસિંહ ડાભીને સોંપવામાં આવી છે.
2026-09-22
GANDHINAGAR
More News