ખેરગામ ભસ્તા ફળીયા ખાતે રોમાંચક મુકાબલા સાથે મોન્સૂન આદિવાસી બિગ બેઝ લીગ સીઝન 2 નું ભવાની ઇલેવનના ભવ્ય વિજય સાથે સમાપન.વરસાદી વાતાવરણમાં પણ યુવાનોમાં ક્રિકેટના માધ્યમથી વધી રહેલી ફિટનેસ અને એકતા સરાહનીય-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.ખેરગામના ક્રિકેટ પ્રેમીઓ માટે વરસતા ભારે વરસાદમાં રબરના બોલથી રોમાંચ જગાવતી 5 દિવસીય આદિવાસી બિગ બેઝ સીઝન 2 યોજાય જેમાં સમગ્ર દેશભરમાંથી આદિવાસી સમાજની 16 જેટલી ટિમોએ ભાગ લીધો હતો.ફાયનલ મેચ બિરસા ઇલેવન અને ભવાની ઇલેવન વા
ખેરગામ ભસ્તા ફળીયા ખાતે રોમાંચક મુકાબલા સાથે મોન્સૂન આદિવાસી બિગ બેઝ લીગ સીઝન 2 નું ભવાની ઇલેવનના ભવ્ય વિજય સાથે સમાપન.વરસાદી વાતાવરણમાં પણ યુવાનોમાં ક્રિકેટના માધ્યમથી વધી રહેલી ફિટનેસ અને એકતા સરાહનીય-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
ખેરગામના ક્રિકેટ પ્રેમીઓ માટે વરસતા ભારે વરસાદમાં રબરના બોલથી રોમાંચ જગાવતી 5 દિવસીય આદિવાસી બિગ બેઝ સીઝન 2 યોજાય જેમાં સમગ્ર દેશભરમાંથી આદિવાસી સમાજની 16 જેટલી ટિમોએ ભાગ લીધો હતો.ફાયનલ મેચ બિરસા ઇલેવન અને ભવાની ઇલેવન વાપી વચ્ચે યોજાઈ હતી જેમાં હાઇવોલ્ટેજ ડ્રામામાં ભવાની ઇલેવન વાપી 14 રને વિજેતા બની હતી.જેમને મહામાનવ ધરતી આંબા ક્રાંતિકારી જન નાયક બિરસા મુંડા નો ફોટા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.અને ટુર્નામેન્ટનું સમાપન નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,બિરસા આર્મી પ્રમુખ પંકજ પટેલ,ધરમપુર તાલુકા ભાજપા યુવામોરચા આગેવાન સૌરભ માહલા,અંકુર શુક્લા,ખેરગામના ઉપસરપંચ જગદીશ પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશ પટેલ,વિજય રાઠોડ,તાલુકા આમ આદમી પ્રમુખ કલ્પેશ પટેલ,કાર્તિક પટેલ,સૂરજ,અક્ષય સહિતના આગેવાનો અને ખેરગામના પીઆઇ પિનલ ચૌધરી અને પીએસઆઈ હેમંત પટેલે પ્રેરક હાજરી આપી હતી.સમગ્ર ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર વલસાડના સ્ટાર રણજી પ્લેયર તેજસ પટેલે મેન ઓફ થી સિરીઝ સહીત અનેક એવોર્ડ જીત્યા હતા.સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રતિક પટેલ,અંકુર રાઠોડ,કિશન,સુભાષ,અનુરાગ સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.