
વ્યાપાર
સુરત માં ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા હજારો ઉદ્યોગકારો એક મંચ ઉપર
સુરત માં ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા હજારો ઉદ્યોગકારો એક મંચ ઉપર
પિયુષ ગજેરા - સુરત શહેરના એમ્બ્રોઈડરી એકમોના વર્કરો દ્વારા 8 કલાક કામ અને રવિવારની રજા ની માંગણી ના શ્રમિક આંદોલન સામે એમ્બ્રોઈડરી ખાતા માલિકો દ્વારા ટેક્સટાઇલ એમ્બ્રોઈડરી જોબ વર્ક એસોસિએશન ઓફ સુરત (TEJAS) ની આગેવાનીમાં એક મહા સંમેલન માં આશરે 6,000 જેટલા મશીન માલિકો હાજર રહ્યા હતા આ અંતર્ગત સંસ્થાના હોદ્દેદાર કરુણેશ રાણપરીયા સહિત તમામ ઉદ્યોગકારો એક મંચ ઉપર આવ્યા હતા તેમજ કારીગરોની આઠ કલાકની માંગણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો તેમ જ અંદાજે દૈનિક 200 કરોડ સુધીનું રોજગાર પૂરો પાડતો ઉદ્યોગ ના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો. સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગ દ્વારા યુપી બિહાર જેવા રાજ્યોમાંથી આવતા આશરે ૧૨ થી ૧૪ લાખ જેટલા અન સ્કીલ્ડ શ્રમિકો ને પણ રોજગાર પૂરો પાડે છે તેમ જ દૈનિક કરોડો રૂપિયાનો ટેક્સ પણ સરકારશ્રીને ચૂકવે છે જો શ્રમિકો ની આઠ કલાક કામ અને રવિવારની માંગને માન્ય રાખવામાં આવે તો સમગ્ર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી હતી તેમજ સરકારશ્રીને અનુરોધ કર્યો હતો કે આપણો દેશ વિકસિત નહીં પણ વિકાસશીલ દેશ હોય તેમ જ સમગ્ર ભારતમાંથી સુરત આવેલા અનસ્કીલ્ડ એટલે કે બિન અનુભવી વર્કરોને પણ રોજગાર પૂરો પાડતો સુરતનો સૌથી મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાંગે એ પહેલાં યોગ્ય પગલા લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.
તેમજ વર્કરોને ગેરમાર્ગે દોરનારા કહેવાતા લીડરોને ગેરમાર્ગે ન દોરવા ચેતવણી આપતા કહ્યું હતું કે સુરતને મીરજાપુર બનાવવાની કોશિશ ના કરે.. -અખંડ ભારત
SURAT





















