Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
કેવડિયા, નર્મદા: કેવડિયા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ અને પ્રદેશ સહપ્રભારી શ્રીમતી ગોમતીબેન સાયજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. | Akhand Bharat Dainik