મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનેલ વણશોધાયેલ શરીર સબંધી ગુનાઓ તથા ફેટલ અકસ્માતના ગુનાઓ શોધી કાઢવા સુરતગ્રામ્ય પોલીસને જરૂરી દીશા સુચન કરેલ.
જેથી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામા બનેલ વણશોધાયેલ શરીર સબંધી ગુનાઓ તથા ફેટલ અકસ્માતના ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસોની ટીમો બનાવી, ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા આવા ગુનાઓમા ચોક્કસ દીશામા વધુ તપાસ હાથ ધરેલ,
જેમા સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બીના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એન.જી.પાંચાણી સાહેબ તથા PSI એ.એન.ચૌહાણ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, "ગત રમજાન મહિનામા પલસાણા તાલુકાના વણેસાગામની હદ્દમાં સાજીદ પીરમહમંદ કુરેશી નામના વ્યક્તીને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નાશી જતા જે અંગે ફેટલ અકસ્માતના ગુનો દાખલ થયેલ હોય જે
ગુનામા મરણજનારનુ ખુન કરવા માટે અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખ રહે.બલેશ્વર નાએ તેના મિત્ર સોયેબ S/O અબ્દુલકાદર ઘાંચી હાલ રહે.સરખેજ અમદાવાદ નાને સોપારી આપી, કોઈ વાહન ચઢાવી દઈ ખુન કરાવેલ છે, અને આ ખુનના બનાવને એકસીડંટમા ખપાવી દીધેલ છે”
જે હકિકતના આધારે PSI એ.એન.ચૌહાણ નાઓએ એલ.સી.બી ટીમના માણસો સાથે ગુપ્ત રાહે ચોક્કસ દીશામા તપાસ હાથ ધરતા ગત રમજાન મહિનામા તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ કલાક.૦૦/૪૫ વાગ્યા પહેલા હરકોઈ વખતે મૌજે વણેસા ની સીમમા પલસાણા થી બારડોલી રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે સાજીદ પીરમહમંદ કુરેશી, ઉ.વ.૪૩ હાલ રહે.ઇસરોલીગામ, અલનુર સોસાયટી મકાન નં.૩૯, તા.બારડોલી જી.સુરત નાને બર્ગમેન મોપેડ ઉપર જતા અડફેટમા લઈ મોત નીપજાવી નાશી ગયેલની આપેલ ફરીયાદના આધારે પલસાણા પો.સ્ટે ગુ.ર.નં.A.1121404626-0438/2026 B.N.S ની કલમ.૨૮૧, ૧૦૬(૧) તથા M.V.ACT કલમ.૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબનો વણશોધાયેલ હીટ એંડ રન ફેટલ અકસ્માતનો ગુનો દાખલ થયેલ હતો.
જેથી ઉપરોકત ગુનો શોધી કાઢવા માટે સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, ગુનાવાળી જગ્યાની વીજીટ કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામા સઘન વર્કઆઉટ હાથ ધરેલ. જેમાં શકમંદોની તપાસ કરતા સોયેબ ઘાચી બલેશ્વરથી નાશી ગયેલ હોય અને અબ્દુલ રહેમાન શેખ નાનો સાઉથ આફ્રીકાથી તાજેતરમા પરત આવેલ હોય જેથી બન્ને બાબતે તપાસ કરી શોધી કાઢેલ, અને બન્ને શંકાસ્પદ ઇસમોની ટેકનીકલ તથા અંગત હ્યુમન વર્કઆઉટના આધારે સતત કુનેહપુર્વક સઘન પુછપરછ દરમ્યાન આરોપી અબ્દુલ રહેમાન S/O અબ્દુલમજીદ શેખ નાને સાજીદ પીરમહમંદ કુરેશીની પત્નિ સાથે પ્રેમસબંધ હોવાની શંકા રાખી જેને લઈ હેરાન કરતો હોવાથી પોતાના મકાનમા ભાડુઆત તરીકે રહેતા સોયેબ અબ્દુલકાદર ઘાચીને રૂ.એક લાખ મા ખુન કરવા સોપારી આપી, સાજીદ કુરેશીને વાહન થી કચડી નાખવા પ્લાન બનાવી, પ્લાન મુજબ કડી ખાતેથી એક બોલેરો પીકઅપ ખરીદેલ, અને આયોજનપુર્વક સાજીદ કુરેશીને પૈસાની લાલચ આપી, બારડોલી બોલાવેલ જે વખતે અબ્દુલ રહેમાન સાઉથ આફ્રીકાથી સાજીદ કુરેશી તથા સોયેબ ઘાચી બન્ને સાથે સંપર્કમા રહી, સાજીદ કુરેશીનુ લોકેશન આરોપી સોયેબ ઘાચીને આપતા સોયેબ બોલેરો પીકઅપ લઈ તેનો પીછો કરતા કરતા પલસાણા-બારડોલી રોડ ઉપર સાજીદ કુરેશી મોપેડ ઉભુ રાખતા મોકો જોઈ સોયેબ ઘાચીએ ખુબજ સ્પીડમા બોલેરો પીકઅપ સાજીદ કુરેશી ઉપર ચઢાવી તેને કચડી નાખી બોલેરો પીકઅપ
લઈ નાશી ગયેલ હતો, અને આ ખુનના ગુનાને અકસ્માતમા ખપાવી નાખેલ હતો, વિગેરે મુજબના ગુનની કબુલાત કરેલ જેથી જણાવેલ હકિકતના આધારે તપાસ કરતા આરોપી અબ્દુલરહેમાન મજીદ શેખનાએ ખુન કરવા માટે સોપારી આપી જેના માટે રૂ.એક લાખ સોયેબ ઘાચીને ચુકવેલ હોવાની હકિકત જણાઈ આવેલ. જેથી કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પોલીસ સ્ટેશન આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોપેલ છે.
ઝડપાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત
1 ) ખુન કરવા સોપારી આપનાર આરોપી:- અબ્દુલરહેમાન S/O અબ્દુલમજીદ શેખ
ઉ.વ.૪૨ ધંધો.સેલ્સમેનરહે હાલ.બલેશ્વરગામ, માળી ફળીયુ તા.પલસાણા જી.સુરત તથા ૧૩૩, રોઝ અવેરોડ, રેન્સ, જોહનિસબર્ગ, સાઉથ આફ્રીકા
2) ખુન કરનાર આરોપી:- સોયેબ S/O અબ્દુલકાદર ઘાંચી ઉ.વ.૩૫ ધંધો-ડ્રાઈવીંગ રહે,ઘર નં.૧, આર.કે.પાર્ક સોસાયટી, રોજા દરગાહ મકરબા રોડ, સરખેજ, તા.સરખેજ જી.અમદાવાદ ગ્રામ્ય મુળરહે.નંદાસણ તા.કડી જી.મહેસાણા