અતુલ ભટ્ટી:રાજકોટ, તા. 14 સપ્ટેમ્બર: રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદના અભાવે લોકોમાં ચિંતા જોવા મળી રહી હતી. વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનો અને ખેડૂતો માટે આજે મેઘરાજાએ રાહતના સમાચાર આપ્યા હતા.
બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન માત્ર એક કલાકમાં 1.71 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા રાજકોટ શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 2.11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને વરસાદની ચિંતા વચ્ચે મેઘરાજાની એન્ટ્રીએ સૌને રાહત આપી હતી.