બે દિવસથી વરસી રહેલા વરસાદથી ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પાણીનું ઘોડાપુર | Akhand Bharat Dainik
બે દિવસથી વરસી રહેલા વરસાદથી ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પાણીનું ઘોડાપુર
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
હવામાન
બે દિવસથી વરસી રહેલા વરસાદથી ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પાણીનું ઘોડાપુર
હવામાન વિભાગની આગાહી મુજબ ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મેસરી નદી બે કાંઠે વહેતી થઈ હતી. કનેલાવ, રામ સાગર સહિતના તળાવો પણ ભરાયા હતા. ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને કાદવથી હાલાકી ભોગવવી પડી હતી. તો ધરતીપુત્રોએ રાહતના શ્વાસ લીધો હતો. સતત વરસી રહેલા વરસાદથી ૧૪/૦૯/૨૦૨૬ ના બપોરે 12 વાગ્યા સુંધીમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 21.m.m, મોરવા હડફ તાલુકામાં 21.m.m, ગોધરા તાલુકામાં 86.m.m, કાલોલ તાલુકામાં 20.m.m, ઘોઘંબા તાલુકામાં 22.m.m, હાલોલ તાલુકામાં 51.m.m અને જાંબુઘોડા તાલુકામાં 3.m.m વરસાદ પડ્યો હતો જ્યારે મોરવા હડફ ખાતે આવેલ હડફ ડેમમાં પાંચ લેવલ જાળવી રાખવા માટે ૨૫.૦૦૦ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી જેને લઈ મોરવા હડફની આસપાસના ૬ જેટલા ગામોને એલર્ટ કરાયા હતા