હિમતનગરના માળીના છાપરિયા વિસ્તારમાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ. નો ગુન્હો શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ... | Akhand Bharat Dainik
હિમતનગરના માળીના છાપરિયા વિસ્તારમાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ. નો ગુન્હો શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ...
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
હિમતનગરના માળીના છાપરિયા વિસ્તારમાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એન.ડી.પી.એસ. નો ગુન્હો શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ...
તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજપોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.સ્ટે. હાજર હતા તેવામાં સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો.હિતેષકુમાર રમણભાઈ નાઓને તેમના અંગત બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે, માળીના છાપરીયા ખાતે મહાકાલી માતાજીનું મંદિર આવેલ છે અને તેની બાજુમાં રહેતા ગોપાલભાઈ અર્જુનભાઈ ગવારીયા નાઓએ તેમના કબ્જા ભોગવટાની નાની ઓરડીમાં માદક પદાર્થ એમ.ડી. (મેફેડ્રોન ડ્રગ્સ) રાખેલ છે. તેવી હકીકત આધારે અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે તે ઇસમના ઘરે જરૂરી કાર્યવાહી કરી રેઇડ કરતાં તે ઇસમના ઘરે જઇ તપાસ કરતાં ગોપાલભાઇ અર્જુનભાઈ ગવારીયા રહે.ગવારીયાવાસ, મહાકાલી માતાજીના મંદિરની બાજુમાં,માળીના છાપરીયા, તા. હિંમતનગર જી.સાબરકાંઠા વાળો હાજર મળી આવતાં તેની અંગઝડતી કરતાં તેને પહેરેલ નાઈટીના ખિસ્સામાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો ૪.૮૪ ગ્રામ મળી આવેલ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત-પ્રમાણે કિ.રૂ.૧૪,૫૨૦ /- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- તથા આધારકાર્ડ સાથે મળી આવતાં કુલ કિ.રૂ.૧૯,૫૨૦/- સાથે મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.