સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બનતા ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એના ગામની સીમમાં બન્યો હતો.
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બનતા ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એના ગામની સીમમાં બન્યો હતો.
મળતી માહિતી મુજબ, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ, બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસકર્મીઓ સરકારી બોલેરો ગાડીમાં બે આરોપીઓને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં મુકીને પરત સાવરકુંડલા જઈ રહ્યા હતા.
તે દરમિયાન એના ગામની સીમમાં આવેલા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર રસ્તાની વચ્ચે આવેલા સિમેન્ટના ગર્ડરને બચાવવા ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ ફેરવતા ગાડીનું સંતુલન બગડ્યું હતું. પરિણામે સરકારી બોલેરો બ્રિજની જમણી બાજુની લોખંડની ગ્રીલ સાથે જોરદાર અથડાઈ હતી.
અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ ભારે નુકસાન પામ્યો હતો, જ્યારે ગાડીમાં સવાર ચારેય પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નંબર 19/2026 નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરી કરી રહ્યા છે.