શીકા ગામે ઇલેક્ટ્રિક ગીઝરમાં કરંટ લાગવાથી 25 વર્ષીય યુવતીનું કરુણ અવસાન
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ એક દુઃખદ ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શીકા ગામના **પ્રજાપતિ પરીતા પ્રવીણભાઈ (ઉંમર 25 વર્ષ)**નું બાથરૂમ માં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક ગીઝર માં વરસાદ ના ભેજ ના કારણે કરંટ લાગવાથી કરુણ અવસાન થયું છે.
આકસ્મિક બનેલી આ ઘટનાથી પરિવારજનો તેમજ સમગ્ર ગામ તેમજ સમાજ માં શોકનું મોજું ફરી વળ્યું છે. નાની વયે થયેલા આ દુઃખદ અવસાનથી ગામલોકોમાં ભારે શોકની લાગણી વ્યાપી છે.
પરિવાર માં ભાઈ બહેન માં સૌથી નાની વયે દિકરી નું અવસાન થતા સમગ્ર પંથક માં કરુણ આક્રંદ સર્જાયું હતું.
દિવંગત આત્માને પરમાત્મા શાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.અર્પણ પટેલ