આસીકઅલી ગીલાણી વિરમગામ.અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસણા ગામ નજીક એમ.આર.એફ. ગોડાઉન પાસે વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. ટ્રક ડ્રાઈવરને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, રાજસ્થાનનો રહેવાસી ટ્રક ડ્રાઈવર સર્વિસ રોડ પર ટ્રક પાર્ક કરી તેમાં આરામ કરી રહ્યો હતો. સવારે ટ્રકમાંથી નીચે ઉતરતી વખતે ટ્રકની નજીકથી પસાર થતી નીચી નમેલી વીજ લાઇનના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ ગંભીર હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વીજ લાઇન લાંબા સમયથી જોખમી રીતે નીચી નમેલી છે. અગાઉ પણ આવી જ રીતે કરંટ લાગવાથી જાનહાનિની ઘટનાઓ બની હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોએ વીજ વિભાગ સમક્ષ જોખમી વીજ લાઇનોનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કરવા તેમજ આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક સુરક્ષા પગલાં ભરવાની માંગ કરી છે. અખંડ ભારત