રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે ખેડૂત નેતા અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્ક ના ચેરમેન સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ની 7મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી મથુરભાઈ રાઘવભાઈ અકબરી તથા ચિંતનભાઈ મથુરભાઈ અકબરી દ્વારા ચાવંડી ગામની પ્રાથમિક શાળામાં બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી જ્યોતિષભાઈ ,ઉપ સરપંચ શ્રી પ્રતાપસિંહ, શાળા ના આચાર્ય શ્રી રાજેશભાઈ અજુડીયા તથા સ્ટાફ અને રાજકોટ જિલ્લા બેન્ક ના મેનેજર શૈલેષભાઈ અને સહકારી મંડળી ના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા, વિઠ્ઠલભાઈ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે 2 મીનીટ નું મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી...