વિરમગામ, અને માંડલમાં અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બનવા 70થી વધુ રાશન કિટોનું વિતરણ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
વિરમગામ, અને માંડલમાં અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બનવા 70થી વધુ રાશન કિટોનું વિતરણ
બિમલાબા હુંરા -અમદાવાદ અને દાતાશ્રીઓના સહયોગથી માનવતાભર્યું રાહતકાર્ય
અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા માંડલ,વિરમગામ અને પાટડી તાલુકાના જરૂરિયાતમંદ પરિવારો માટે માનવતાભર્યું રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.અમદાવાદના પૂજ્ય શ્રી બિમલાબા હુંરા તથા તેમના સહયોગી દાતાશ્રીઓના ઉદાર સહયોગથી 70થી વધુ રાશન કિટો અર્પણ કરવામાં આવી છે.
હાલમાં સેવાભાવી કાર્યકરો દ્વારા આ રાશન કિટોનું વિતરણ સતત અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે,જેથી અતિવૃષ્ટિથી પ્રભાવિત પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચી શકે.
આ સેવાયજ્ઞમાં પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં. 1, વિરમગામના દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર, હંસાબેન દીપકભાઈ પરમાર(આચાર્યા ધાકડી શાળા)શ્રીટાબેન સાધુ (એસ.એમ.સી. અધ્યક્ષ), કલ્પેશભાઈ પરમાર,નવીનભાઈ પંચાસરા,ધરમસિંહભાઈ પરમાર તેમજ કુમાર શાળા નં. 1ના સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહભેર જોડાઈને રાહતકાર્યને વધુ અસરકારક બનાવ્યું છે.
સેવાકાર્ય દરમિયાન ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સુધી વ્યક્તિગત રીતે પહોંચી જીવનોપયોગી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, જેથી આપત્તિના સમયમાં તેમને તાત્કાલિક રાહત મળી શકે.