મોડાસા રાજેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ... ઈકો કાર ચાલકના મોત બાદ ગ્રામજનોએ કર્યો વિરોધ... રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા ગ્રામજનોની માંગ. | Akhand Bharat Dainik
મોડાસા રાજેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ... ઈકો કાર ચાલકના મોત બાદ ગ્રામજનોએ કર્યો વિરોધ... રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા ગ્રામજનોની માંગ.
ARVALLI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
મોડાસા રાજેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ... ઈકો કાર ચાલકના મોત બાદ ગ્રામજનોએ કર્યો વિરોધ... રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા ગ્રામજનોની માંગ.
શૈલેષ પંચાલ - અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર ઇકો કાર ચાલકના અકસ્માતમાં મોતને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વ્યક્તિનું મોત થતા રોડનું તાત્કાલિક ધોરણે નિર્માણ કરવા માટે અને સુરક્ષા વધારવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે. આજરોજ હાઇવે બંધ કરી વિરોધ દર્શાવ્યો છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી માર્ગની બિસ્માર હાલતને કારણે વારંવાર આ રોડ પર અકસ્માત થઇ રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં હજુ રોડ પૂરો બનતો નથી. જેથી એક્સીડેન્ટ બહુ જ થાય છે. આજના ચક્કાજામના કારણે વાહન ચાલકો માં લાંબી કતારો લાગી છે. મોડાસા તરફથી રાજેન્દ્રનગર તરફ જતી ઇકો કાર અનિયંત્રણ ને લઈ અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્તરે ચાલકનું મૃત્યુ થયું હતું. આજુબાજુ ના વિસ્તારના લોકો કહે છે કે બહુ જ સમયથી આ રોડ બનતો નથી હવે તો પૂરો રોડ બનાવો કેટલાય વર્ષોથી આ રોડ એમ ને એમ પડ્યો છે. હવે જો આ કામ પૂરું થાય તો સારુ એવું સ્થાનિક લોકો ઈચ્છે છે.