અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના વાસવા ગામમાંથી એક અજીબ ઘટના સામે આવી
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના વાસવા ગામમાંથી એક અજીબ ઘટના સામે આવી
આસીકઅલી ગીલાણી વિરમગામ. અંધરાધાર વરસાદના કારણે પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા એક યુવકે સતત 24 કલાક સુધી જીવન અને મોત વચ્ચેની જંગ લડી પાણી વચ્ચે આવેલા બાવળના ઘેરાવાને પકડી રાખીને પોતાનો જીવ બચાવ્યો અંતે ગામજનોની સતર્કતા અને સાહસના કારણે યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.પ્રાપ્ત માહિતી અનુસાર, વાસવા ગામનો એક યુવક ભારે પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. પાણી નુ વહેણ અતિશય સ્પીડમાં હોવાને કારણે કે તે બહાર નીકળી શક્યો ન હતો. જોકે વહેણ વચ્ચે આવેલા બાવળના ઘેરાવાનો તેને સહારો મળી ગયો. યુવકે હિંમત ન હારતા સતત 24 કલાક સુધી બાવળના ઘેરાવાને પકડી રાખીને પોતાનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.બીજી તરફ યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. લાંબી શોધખોળ બાદ ગામ નજીક પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં બાવળના ઘેરાવા વચ્ચે યુવક ફસાયેલો જોવા મળ્યો.સ્થિતિની ગંભીરતા સમજી ગામજનોએ દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી. ભારે જહેમતથી ગામજનો યુવક સુધી પહોંચવામાં સફળ રહ્યા અને દોરડાના સહારે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો.ગામજનોની સમય સૂચકતા, અને હીમંતના કારણે એક કિંમતી જીવ બચી ગયો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી પ્રસરી છે. અખંડ ભારત