પાલનપુરના ખરોડિયા ત્રણ રસ્તા પાસે બસ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણના મોત, પાંચ ગંભીર ઘાયલ
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
પાલનપુરના ખરોડિયા ત્રણ રસ્તા પાસે બસ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણના મોત, પાંચ ગંભીર ઘાયલ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખરોડિયા ત્રણ રસ્તા (ચોકડી) પાસે આજે તા. 29/07/2026ના રોજ વહેલી સવારે બસ અને ઓટોરિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, રીક્ષામાં સવાર એક જ પરિવાર દર્શન કરવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં બસ સાથે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. હાલમાં પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
ચોમાસાની ઋતુમાં માર્ગો લપસણા બનતા હોય છે. તેથી તમામ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.