છારોડી ગેસ પંપ પાસે ગેટ નબર.1 પાસે બસમાં આગ લાગતા અફરાતફરી, સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
છારોડી ગેસ પંપ પાસે ગેટ નબર.1 પાસે બસમાં આગ લાગતા અફરાતફરી, સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
આસીકઅલી ગીલાણી વિરમગામ.અમદાવાદ નજીક છારોડી વિસ્તારમાં ગેસ પંપ પાસે એક પ્રાઇવેટ સ્ટાફ બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ઘટના બનતા જ બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.સ્થળ: છારોડી ગેસ પંપ પાસે, અમદાવાદ. અખંડ ભારત