GETCO એ બુટાલ અને કંજરીકંપા ગામના ખેડૂતોને વીજ લાઈન અને ટાવરના કારણે થતા નુકસાન માટે વળતર ચૂકવવા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર| કર્યો છે. આ નિર્ણય ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે.
આ ગામોના સીમ વિસ્તારમાંથી 66 કિલોવોટનીી ધનસુરા-બાયડ (વાંસણી લાઈન) અને 225| કિલોવોટની ધનસુરા-પ્રાંતિજ ટાવર લાઈન પસાર થાય છે. ખેડૂતોની લાંબા સમયથી ફરિયાદ હતી કે તેમના| ખેતરોમાં ઊભા કરાયેલા વીજપોલ અને ટાવર માટે તેમને યોગ્ય વળતર મળતું ન હતું.|
આ મામલે, બંને ગામના ખેડૂત આગેવાનોએ હિમાંશુભાઈ જે પટેલની અધ્યક્ષતામાં GETCO કંપનીના અધિકારીઓની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યપાલક ઈજનેર વિજાપુરા અને ડેપ્યુટી એનિ્જનિયર સમક્ષ ખેડૂતોને મળવાપાત્ર વળતર અંગે રજૂઆત કરી હતી.
આ રજૂઆત બાદ GETC0 દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ છે કે વીજપોલ ઊભા કરવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદરિ્શકા મુજબ વળતર આપવા માટે કંપની તૈયાર છે.