વિસાવદર સુધી રેલવે બ્રોડગેજ સુવિધા માટે પુર્વ નગરપતિ મેદાનમાં
JUNAGADH | By Akhand Bharat Team | Published:
ટેક
વિસાવદર સુધી રેલવે બ્રોડગેજ સુવિધા માટે પુર્વ નગરપતિ મેદાનમાં
વિસાવદર પુર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી, ઘનશ્યામભાઈ સાવલીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિત મૌખિક રજૂઆતો અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે બિનરાજકીય મિશન ધણાં લાંબા સમય થી ચાલી રહેલ છે. ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, વિસાવદર - ધારી - ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ના અભિયાન સાથે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, રેલ્વે વિભાગ ને અસરકારક રજુઆતો કરીને લાખો લોકો માટે ઉપયોગી સુવિધા ની યોગ્ય માંગ કરી રહ્યા છે ત્યારે વિસાવદર નગરપાલિકા ના માજી પ્રમુખ ધનશ્યામભાઈ સાવલીયા ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને લેખિત મૌખિક રજુઆત કરવા માટે પહોંચશે . આ તકે પુર્વ મંત્રી કનુભાઈ ભાલાળા સહિત નું પ્રતિનિધિ મંડળ પણ જોડાઈ ને વ્યાજબી માંગ સાથે મુખ્યમંત્રી ને રજુઆત કરશે.
ઉલ્લેખનીય છે કે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું જે અભિયાન આજે બ્રોડગેજ સુવિધા માટે ધારી પંથકમાં એક પછી એક જનજાગૃતિ સભા કરીને લોકોને જાગૃત કરી આ અભિયાન માં જોડી રહેલ છે. ધારી , ચલાલા, વિસાવદર ના હજારો લોકો વર્ષોથી રોજગાર માટે સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરોમાં સ્થાઈ થયેલા છે જેઓ વર્ષ દરમિયાન વેપાર અને વહેવાર માટે માદરે વતન અવરજવર કરતા હોય છે ત્યારે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તો સલામત મુસાફરી ની સાથોસાથ પરિવહન માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે.
નોંધનીય છે કે ચલાલા, ધારી અને વિસાવદર પંથકમાં અનેકવિધ ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો આવેલા છે જેની મુલાકાતે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે જો અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે તો ઉપરોક્ત વિસ્તારમાં આવેલા ધાર્મિક અને ફરવાલાયક સ્થળો નો પણ વિકાસ થય શકે એમ છે તેવું ધનશ્યામ ભાઈ સાવલીયા એ જણાવ્યું છે.