જય મહારાજ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ મારા પર વિશ્વાસ વ્યક્ત કરીને નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે જે જવાબદારી સોંપી છે, તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ સન્માન માત્ર મારું નથી, પરંતુ નડિયાદ શહેરના દરેક વડીલો આગેવાનો, શુભેચ્છકો અને જનતાના અવિરત સાથ, સહકાર અને વિશ્વાસનું પરિણામ છે. આપ સૌએ દિવસ-રાત મારી સાથે રહીને જે પ્રેમ, પ્રોત્સાહન અને સહયોગ આપ્યો છે, તેના કારણે જ આજે મને ફરી એકવાર પક્ષની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની તક મળી છે.
હું આપ સૌનો દિલથી આભારી છું અને વિશ્વાસ અપાવું છું કે આ જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને જનહિતને સર્વોપરી રાખીને નિભાવીશ. નડિયાદ શહેરના લોકોના પ્રશ્નોને વધુ મજબૂતાઈથી ઉઠાવી તેમના હિત માટે સતત સંઘર્ષ કરતો રહીશ.
આગામી સમયમાં પણ આપ સૌનો આવો જ પ્રેમ, માર્ગદર્શન અને સાથ મળતો રહેશે તેવી આશા સાથે...
આપ સૌનો હૃદયપૂર્વક આભાર.
હાર્દિક ભટ્ટ
વિરોધ પક્ષના નેતા
નડિયાદ મહાનગરપાલિકા