વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાડલી ગામ જુગાર ધામા પર મોનિટરિંગ સેલની રેડ.
VADODARA | By Akhand Bharat Team | Published:
અપરાધ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાડલી ગામ જુગાર ધામા પર મોનિટરિંગ સેલની રેડ.
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં સાડલી ગામે ટીમરવા રોડ પર રેલવે ઘળનાળાની બાજુમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હોય જેની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા 14 જેટલા જુગારીઓને રંગે હાથે પકડી પાડયા હતા અને 2,ફરાર થઈ ગયા હતા જે14 ઈસમોની તલાસી લેતા દાવપર લાગેલ તેમજ અંગ જડતીમા 240000રોકડ .તેમજ16 મોબાઈલ ફોન 1 મોટર સાયકલ 2 ફોરવીલ કાર મળી કુલ 12,71000 નો મુદ્દા માલ કબજે કરી અગાઉ કાયદેસર કાર્ય માટે શિનોર પોલીસ મથકે લવાયા હતા જુગાર અધિનિયમ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે જે જુગાર પર પકડાયો તમામ 14 આરોપીને તારીખ 29 જુલાઈ 2026ને બુધવારના સાંજ ના 5 વાગ્યા સમયપછી શિનોર કોટૅ મા રજુ કરવામાં આવ્યા હતાં. આમ શિનોર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર (SMC)દ્વારા રેડ થતાની સાથે જ દારૂ જુગાર સટ્ટાવાળામાં તેમજ બે નંબરી ધંધા ઓમા ફફરાટ જોવા મળ્યો હતો