થરાદ તાલુકાના ડેલ ગામમાંથી ચોરાયેલ મોટરો સાથે સાત ઈસમો ઝડપાયા; વાવ-થરાદ એલ . સી.બી.પોલીસની મોટી સફળતા
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
અપરાધ
થરાદ તાલુકાના ડેલ ગામમાંથી ચોરાયેલ મોટરો સાથે સાત ઈસમો ઝડપાયા; વાવ-થરાદ એલ . સી.બી.પોલીસની મોટી સફળતા
વાવ-થરાદ જિલ્લા એલ.સી.બી.પોલીસને મોટી સફળતા મળી છે. થરાદ પોલીસ સ્ટેશનની ટીમે ડેલ ગામની સીમમાંથી ચોરાયેલી ખેતીમાં ઉપયોગી સબમર્સિબલ મોટરોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલી સબમર્સિબલ મોટરો, મોટર સાઇકલ તથા રોકડ સહિત અંદાજે ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 તથા સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી ખેતીમાં ઉપયોગી સાધનોની ચોરી કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ સમગ્ર કામગીરીમાં થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.