શાળાકીય રમતોત્સવ ૨૦૨૬: સ્વિમિંગમાં બ્રાહ્મણવાડા હાઈસ્કૂલનો રોહન ઠાકોર પાટણ જિલ્લામાં પ્રથમ
PATAN | By Akhand Bharat Team | Published:
રમતજગત
શાળાકીય રમતોત્સવ ૨૦૨૬: સ્વિમિંગમાં બ્રાહ્મણવાડા હાઈસ્કૂલનો રોહન ઠાકોર પાટણ જિલ્લામાં પ્રથમ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ ૨૦૨૬ અંતર્ગત પાટણ ખાતે જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાણસ્મા તાલુકાની શ્રી સાર્વજનિક હાઇસ્કૂલ, બ્રાહ્મણવાડા ના વિદ્યાર્થી રોહન રણજીતજી ઠાકોરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર ચાણસ્મા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.રોહને ૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ સ્પર્ધા માત્ર ૬.૩૧ મિનિટમાં પૂર્ણ કરીને સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.આ ભવ્ય અને ગૌરવવંતી સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષકગણ, શ્રી ગ્રામ સુધારણા મંડળ તથા ગ્રામજનો દ્વારા રોહન ઠાકોરને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.