પ્રાથમિક શાળા નવીફળીમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
NARMADA | By Akhand Bharat Team | Published:
તહેવાર
પ્રાથમિક શાળા નવીફળીમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આનંદભાઈ વસાવા - નર્મદા
સાગબારા તા. 29 મી જુલાઈ 2026
આજે ઠેર ઠેર શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે અષાડ મહિનામાં પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા માન્યતા મુજબ ઉજવવામાં આવે છે.
તે અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા નવી ફળી ( નાના કાકડિય આંબા ) માં વિધાર્થીઓ,એસ એમ સી સભ્યો તથા વાલીઓ અને ગામ આગેવાનો ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ગુરુ માતા - પિતાને માની તેમની દરેક વિધાર્થીઓએ પોતપોતાના માતા પિતાને આરતી ઉતારી, પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રવિણસિંહ રાવજીભાઈ વસાવાએ પ્રવચન આપતા જણાવ્યું હતું. કે, જીવનમાં માણસના જન્મ પછી બાળકના ઉછેરથી માંડી તમામ રીતે ઉછેર માતાપિતા કરે છે.અને તેમના ભવિષ્ય ખાતર તમામ રીતે કાળજી રાખે છે. તેથી બાળક ના પ્રથમ ગુરુ માતા પિતા છે. ઉપરાંત ગામના વડીલ ગુલાબસિંગ વસાવાએ ગુરુ પૂર્ણિમા વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે લાલસીંગ મહારાજ તેમજ પટેલ જેહર્યાભાઈ મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.