માધવ ઍજ્યુકેશન કૅમ્પસ વસ્ત્રાલ, અમદાવાદમાં ગુરુપૂર્ણિમાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દૈનિક પ્રાર્થના, ગુરુવંદના, ગુરુમહિમા તથા શિક્ષકશ્રીઓનું ભાવપૂજન કરી દરેક બાળકોએ ગુરુજનો પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તો વળી, મહર્ષિ વેદ વ્યાસજી, મહર્ષિ વશિષ્ઠજી, મહર્ષિ સાંદીપનિ, સંત રવિદાસ, રામકૃષ્ણ પરમહંસ અને ગુરુશ્રી ધર્મદાસજી મહારાજ જેવાં આદર્શપાત્રોની ઝાંખી રજૂ કરી બાળમિત્રોએ ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો...