ટેકકપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીના અભાવે આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહેવા અંગે અને તાત્કાલિક ઉકેલ લાવવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે કલેકટરને લખ્યો પત્ર. આજે જ્યારે સમગ્ર દેશ 'ડિજિટલ ઇન્ડિયા' અને '૫જી (5G) ટેકનોલોજી'ની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે કપરાડા તાલુકાના પલસાણ, સર્વરટાટી, સિંગાટાટી, માની, ચીચપાડા, ટોકરપાડા, બોરપાડા, પાંચવેરા, પીપરોટી, રાહોર, થોટણ, ભોવાડા, જાગેરી, નાંદગામ, જંગલ વિસ્તારો તથા આસપાસના અનેક ગામો આજે પણ
કપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીના અભાવે આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહેવા અંગે અને તાત્કાલિક ઉકેલ લાવવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે કલેકટરને લખ્યો પત્ર.
આજે જ્યારે સમગ્ર દેશ 'ડિજિટલ ઇન્ડિયા' અને '૫જી (5G) ટેકનોલોજી'ની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે કપરાડા તાલુકાના પલસાણ, સર્વરટાટી, સિંગાટાટી, માની, ચીચપાડા, ટોકરપાડા, બોરપાડા, પાંચવેરા, પીપરોટી, રાહોર, થોટણ, ભોવાડા, જાગેરી, નાંદગામ, જંગલ વિસ્તારો તથા આસપાસના અનેક ગામો આજે પણ મોબાઇલ નેટવર્કની પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
નેટવર્ક ન હોવાને કારણે અમારો આદિવાસી સમાજ કેમ પાછળ રહી રહ્યો છે તેની રજૂઆત વલસાડ કલેકટરને કરતા સમસ્ત આદિવાસી સમાજના અગ્રણી અને ખેરગામના છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલએ કરતા જણાવ્યું હતું કે
૧. શિક્ષણ અને રોજગારીમાં અન્યાય: આજના સમયમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ, સ્કોલરશિપ, શાળા-કોલેજ પ્રવેશ અને ઓનલાઈન ભણતર ડિજિટલ બની ગયું છે. નેટવર્કના અભાવે અમારા આદિવાસી વિદ્યાર્થીઓ સમયસર ફોર્મ ભરી શકતા નથી અને ઉચ્ચ શિક્ષણ તથા રોજગારીની તકો ગુમાવી રહ્યા છે.
૨. સરકારી યોજનાઓથી વંચિતતા: રેશનકાર્ડ ઈ-કેવાયસી, આધાર કાર્ડ અપડેટ, ખેડૂત સહાય,નિરાધાર સહાય અને પેન્શન જેવી યોજનાઓ માટે ગ્રામજનોને ૪૦ થી ૫૦ કિમી દૂર ધરમપુર, પારડી કે વલસાડ જવું પડે છે. ગરીબ આદિવાસી પરિવારના મજૂરીના દિવસો બગડે છે અને ભાડા-ખર્ચનો વધારાનો બોજ પડે છે.
૩. આરોગ્ય અને કટોકટી (Emergency): રાત્રિના સમયે સગર્ભા મહિલાઓ કે અચાનક બીમાર પડેલ વ્યક્તિ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવા પણ નેટવર્ક મળતું નથી. ડુંગરો ચઢીને ફોન કરવો પડે છે, જેના કારણે ઘણીવાર કટોકટીની સ્થિતિમાં સમયસર સારવાર મળતી નથી.
૪. સ્થાનિક પ્રશાસન ઠપ્પ: ગામના તલાટી-કમ-મંત્રીશ્રી અને પંચાયત સચિવો પણ નેટવર્કના અભાવે ઓનલાઈન કામગીરી કરી શકતા નથી, જેનાથી વિકાસકામો વિલંબિત થાય છે.
આથી અમારી સ્પષ્ટ માંગણીઓ
1)ડિજિટલ ભારત નિધિ (USOF) હેઠળ અગ્રતા: કેન્દ્ર સરકારના 'ડિજિટલ ભારત નિધિ' (Universal Service Obligation Fund) હેઠળ કપરાડાના તમામ નેટવર્કવિહોણા ગામોને અગ્રતા આપી નવા મોબાઇલ ટાવર મંજૂર કરવામાં આવે.
2)વૈકલ્પિક લો-કોસ્ટ (Low-Cost) ટેકનોલોજી: કાયમી ટાવર ઊભા થાય ત્યાં સુધી પંચાયત સ્તરે Satellite/VSAT આધારિત જાહેર વાઇ-ફાઇ (PM-WANI Hotspots) અથવા સોલાર માઇક્રો ટાવર્સ (Small Cells) સ્થાપવામાં આવે.
3)BSNL / સરકારી ઓપરેટર્સને નિર્દેશ: BSNL ને ખાસ સૂચના આપીને આદિવાસી પટ્ટામાં કવરેજ સુધારવા માટે ત્વરિત પગલાં લેવડાવવામાં આવે.