શામળાજી તાલુકાના ખારી પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે દાતા શ્રી ભગોરા કોદરીબેન બાબુભાઈ ના પુત્ર અને અખંડ ભારત દૈનિક સમાચારના પત્રકાર એવા રાહુલકુમાર બાબુભાઈ ભગોરા દ્વારા શાળાના બાળકોને પારલે મોનેકો બિસ્કીટ આપી ગુરુપૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવી તેમજ આ પ્રસંગે હાલના એસ.એમ.સી.અધ્યક્ષ અને નિવૃત્ત એ.ટી.આઈ. જી.એસ.આર.ટી.સી. ના કર્મચારી નીનામાં સિધ્ધરાજભાઈ રવિન્દ્રભાઈ તેમજ ભારત આદિવાસી પાર્ટીના મહામંત્રી ભગોરા બીપીનભાઈ સુરજીભાઈ આ પાવન અવસર એ હાજર રહ્યા તેમજ શાળાના પ્રિન્સિપાલ મયુરભાઈ પટેલ સાહેબ શ્રી તેમજ શાળા સ્ટાફ સાથે મળી બાળકો ને આ પ્રસાદ રૂપી બિસ્કીટ નો વિતરણ કરવામાં આવ્યું