કારગિલ વિજય દિવસ નિમિત્તે ખારવેલની બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્ય 'મહા રક્તદાન કેમ્પ' અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો
VALSAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
કારગિલ વિજય દિવસ નિમિત્તે ખારવેલની બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્ય 'મહા રક્તદાન કેમ્પ' અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મયુર મોકાશીદેશના વીર જવાનોના બલિદાનને સ્મરણાંજલિ આપવા તથા માનવસેવાના ઉમદા હેતુસર ધરમપુરની ખારવેલ સ્થિત બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કારગિલ વિજય દિવસના પાવન અવસરે ભવ્ય "મહા રક્તદાન કેમ્પ" તેમજ અંગદાન-દેહદાન-ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પ્રમુખ મહાનુભાવો અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા વિશેષ ઉપસ્થિતિ નોંધાવવામાં આવી હતી. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.કારગિલ વિજય દિવસના 27 મી વર્ષ ગાંઠના આ પવિત્ર દિવસે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદ વીર જવાનોને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વક્તૃત્વમાં જણાવવામાં આવ્યું હતું કે દેશની રક્ષા માટે શહીદ થયેલા વીરોના બલિદાનને કારણે જ આજનો નાગરિક સુરક્ષિત શ્વાસ લઈ રહ્યો છે.આ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, "દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શૂરવીરોની યાદમાં રક્તદાન જેવા માનવસેવાના કાર્યો સમાજને હંમેશાં નવી પ્રેરણા આપે છે." રક્તદાન સાથે જ અંગદાન, દેહદાન અને ચક્ષુદાન જેવા મહાન દાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સુંદર અને સફળ આયોજન માટે તમામ આયોજકો, સહયોગી સંસ્થાઓ તથા નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરનાર તમામ રક્તદાતા ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકાચનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે "ભારત માતા કી જય" ના નારા સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.