જંબુસર સરસ્વતી વિદ્યા મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો
BHARUCH | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
જંબુસર સરસ્વતી વિદ્યા મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો
???? જય શ્રી રાધે કૃષ્ણ ????વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર મંદિર ખાતે તા.29/07/2026 ને બુધવાર ના રોજ ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.જેમાં ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નિલેશભાઈ.સી.ભાવસાર ઉપસ્થિત રહ્યાં હતા.. કાર્યક્રમ ની શરૂઆત વિદ્યાલયની બાળાઓ દ્વારા કરવામાં આવી હતી..ગુરુ પૂર્ણિમા નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ખુબજ સરસ માહિતી આપવામાં આવી હતી..આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી.. આ કાર્યક્રમ માં ભૂતપૂર્વે આચાર્ય દીદી એવા છાયાબેન ટી.પરમાર તથા અમિતાબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.તથા ચાલુ વર્ષે વિદ્યાલયમાં નવ નિયુક્ત એવા મિતલબેન, ધારાબેન,પાયલબેન,હેતલબેન માછી,હેતલબેન પ્રજાપતિ, ધર્મિષ્ઠાબેન તથા દીપભાઈ પટેલ નું પુષ્પ ગુચ્છ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું.. કાર્યક્રમમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું.. સંઘ પ્રાર્થના કરવામાં આવી.તથા દરેક આચાર્ય દીદી ગણ દ્વારા વિદ્યાલય બાળકોને ને આશીર્વાદ આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયના આચાર્ય શ્રી વિનોદસિંહ.આર. સિંધા દ્વારા કરવામાં આવ્યું હતું..