ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામેથી લીલા ગાંજાના ૯૭ છોડની કિંમત રૂ.૧૮,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
અપરાધ
ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામેથી લીલા ગાંજાના ૯૭ છોડની કિંમત રૂ.૧૮,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા
શ્રી વિધી ચૌધરી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી ડૉ.હરેશભાઈ દુધાત પોલીસ અધિક્ષકશ્રી, પંચમહાલ-ગોધરા નાએ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ નાર્કોટીક્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને શ્રી એમ.એ.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. ગોધરા નાઓએ એસ.ઓ.જી. સ્ટાફને આ બાબતે જરૂરી સુચના આપેલ.
જે અન્વયે પો.સબ.ઇન્સ. શ્રી એ.આર.તડવી તથા એસ.ઓ.જી. ગોધરા સ્ટાફ દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શંકરસિંહ સજજનસિંહ,એ.એસ.આઇ, એસ.ઓ.જી. ગોધરા નાઓને મળેલ બાતમી હકિકત આધારે શ્રી એ.જે.ચૌધરી, I/C પોલીસ ઇન્સ્પેકટર, દામાવાવ પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી સ્ટાફ તથા દામાવાવ પોલીસ સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામે સરસાવ ફળીયામાં રહેતા (૧)ચંદ્રાભાઇ ઉર્ફે બાવા હેમાભાઇ બારિઆ (૨)નટુભાઈ મંજલાભાઈ બારિઆ નાઓના કબ્જા ભોગવટાના ખેતરમાં તેઓને સાથે ઝડતી તપાસ કરતા તેઓના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-૯૭ મળી આવેલ જેનુ વજન કરાવતાં કુલ વજન ૩૭.૯૦૦ કિગ્રા થયેલ. અને તેની કિંમત રૂ.૧૮,૯૫,૦૦૦/- ની ગણી તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ બન્ને આરોપીઓ વિરૂદ્ધ દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો
પકડાયેલ આરોપી:-
(૧)ચંદ્રાભાઈ ઉર્ફે બાવા હેમાભાઈ બારિઆ રહે.વાવકુંડલી,ઘોઘંબાજિ.પંચમહાલ,
(૨)નટુભાઈ મંજલાભાઈ બારિઆ રહે.વાવકુંડલી, તા.ઘોઘંબા મુળ રહે.ગોદલી.