ગૌરીવ્રત નિમિત્તે રોટરી ક્લબ ઓફ તારાપુર દ્વારા 725 દીકરીઓને ફલ્હારનું વિતરણ
KHEDA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ગૌરીવ્રત નિમિત્તે રોટરી ક્લબ ઓફ તારાપુર દ્વારા 725 દીકરીઓને ફલ્હારનું વિતરણ
: ગૌરીવ્રતના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ તારાપુર દ્વારા વિવિધ મંદિરોમાં પૂજા કરવા આવતી દીકરીઓ માટે ફલ્હાર વિતરણનો સેવા પ્રકલ્પ યોજાયો હતો. આ સેવાકાર્ય હેઠળ કુલ 725 દીકરીઓને ફલ્હારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફલ્હારનું વિતરણ જલારામ મંદિર ખાતે 130, સ્વામિનારાયણ મંદિર ખાતે 80, અમરાઈ માતા મંદિર ખાતે 140, ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 100, પાળજા ખડકી મહાદેવ મંદિર ખાતે 150, પંડ્યા ફળિયું મહાદેવ મંદિર ખાતે 40 તેમજ રાધબાગ મહાદેવ મંદિર ખાતે 50 દીકરીઓને કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્યમાં રોટે. સુભાષભાઈ પટેલ, રોટે. ગોવિંદભાઈ પનારા, રોટે. ડાહ્યાભાઈ પટેલ, રોટે. તેજસભાઈ ભટ્ટ, રોટે. થિરપાલભાઈ મહેશ્વરી, રોટે. પંકજભાઈ પટેલ અને રોટે. બળદેવભાઈ ભરવાડ ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.
સમગ્ર સેવા પ્રોજેક્ટનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન રોટે. બળદેવભાઈ ભરવાડના નેતૃત્વમાં તથા કો-ચેરમેન રોટે. પંકજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ક્લબના તમામ સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.