ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી: વાહેદપુરા અને અમરાપુર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા.
PATAN | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી: વાહેદપુરા અને અમરાપુર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા.
ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા સમી તાલુકા ના વાહેદપુરા અને અમરાપુર ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડ દ્વારા સતત બીજા દિવસે પણ વિશેષ આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં અસરગ્રસ્ત લોકોની આરોગ્ય તપાસ, જરૂરી દવાઓનું વિતરણ તેમજ આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય કેમ્પ દરમિયાન પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપજી ઠાકોર, સમી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ પાટણ જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઈ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડના મેડિકલ ઓફિસર ડૉ.કિરણ રાનેરા સહિત સમગ્ર આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઈ પટેલે કેમ્પની મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્યની કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અંગે વિસ્તૃત આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડની ટીમ દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ,જરૂરી સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા સતત બે દિવસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કેમ્પ યોજીને લોકોને તાત્કાલિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેની સ્થાનિક લોકોએ પ્રસંસા કરી હતી.રિપોર્ટર:-દશરથ ઠાકોર