વલસાડ છીપવાડ ખાતે આદિવાસી યુવાનોનો શ્રમદાન યજ્ઞ.સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરતા નીલમભાઈ ખોબાની ટીમમાં સહભાગી બનવું અમારું અહોભાગ્ય-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા આવેલા પુરમાં ભારે તારાજી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.વલસાડના છીપવાડ ખાતે 10-12 ફૂટ પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું અને સડેલા અનાજના કારણે રોગચાળો ફાટી નીકળે એવી ભીતિ વર્તાય રહી છે. ત્યારે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબાના સેવાભાવી સંચાલક નીલમભાઈ પટેલ અ
VALSAD | By Akhand Bharat Team | Published:
હવામાન
વલસાડ છીપવાડ ખાતે આદિવાસી યુવાનોનો શ્રમદાન યજ્ઞ.સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરતા નીલમભાઈ ખોબાની ટીમમાં સહભાગી બનવું અમારું અહોભાગ્ય-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા આવેલા પુરમાં ભારે તારાજી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.વલસાડના છીપવાડ ખાતે 10-12 ફૂટ પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું અને સડેલા અનાજના કારણે રોગચાળો ફાટી નીકળે એવી ભીતિ વર્તાય રહી છે. ત્યારે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબાના સેવાભાવી સંચાલક નીલમભાઈ પટેલ અ
વલસાડ છીપવાડ ખાતે આદિવાસી યુવાનોનો શ્રમદાન યજ્ઞ.સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરતા નીલમભાઈ ખોબાની ટીમમાં સહભાગી બનવું અમારું અહોભાગ્ય-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા આવેલા પુરમાં ભારે તારાજી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.વલસાડના છીપવાડ ખાતે 10-12 ફૂટ પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું અને સડેલા અનાજના કારણે રોગચાળો ફાટી નીકળે એવી ભીતિ વર્તાય રહી છે. ત્યારે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબાના સેવાભાવી સંચાલક નીલમભાઈ પટેલ અને એમની ટીમે સફાઈ અભિયાન ચલાવ્યું હતું.નીલમભાઈ અને એમની ટીમના રાજ,ચિરાગ,અજય અને એનએસએસની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ સમસ્ત આદિવાસી સમાજના નવાસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,મુકેશભાઈ,તિલકભાઇ,ભાવેશ,હર્ષદભાઈ,મનીષભાઈ,પથીક વગેરે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.અનેક સ્થળોએ બગડેલા અનાજ અને લોકોનું વ્યથા જોઈને સામાજિક આગેવાનોએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને નગરપાલિકા વહેલીતકે સાફસફાઈ કરાવડાવી રોગચાળો નહીં ફેલાય એનું ધ્યાન રાખશે તેમજ સરકાર યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા વ્યક્ત કરી હતી.