*હુસેનાબાદ-શેપા માર્ગ પર આવેલા રાહતના તળાવનો પાળો ધોવાઈ જતાં તાત્કાલિક સમારકામની માંગ*
માંગરોળ: તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે હુસેનાબાદથી શેપા જવાના માર્ગ પર આવેલું રાહતનું તળાવનો પાળો ધોવાઈ જતાં તળાવની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
હુસેનાબાદ ગામના સરપંચ હસન પીરજીએ પંચાયત સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, જુનાગઢને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે જો આ ધોવાયેલ પાળાનું તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો પાળો તૂટી જવાની સંપૂર્ણ શક્યતા છે. આવી સ્થિતિમાં તળાવમાં સંગ્રહાયેલું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
સરપંચ હસન પીરજીએ વિભાગને વહેલી તકે સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સમારકામ હાથ ધરવા વિનંતી કરી છે, જેથી ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ પણ તંત્ર પાસે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
પત્રકાર હસન પીરજી