સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ભાવભીની રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી | Akhand Bharat Dainik
સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ભાવભીની રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
DAHOD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ભાવભીની રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય, સંજેલી ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત શાળાના સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ મા સરસ્વતીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ "ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર..." શ્લોકના પાઠ સાથે ગુરુના મહિમાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું.
શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ગુરુના જીવનમાં રહેલા મહત્વ, ગુરુ પ્રત્યે આદરભાવ અને શિક્ષણના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
અંતમાં શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકમિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.