પ્રેસ નોટસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાદર ખાતે દીક્ષારંભ–2026 તથા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી યોજાઈજાદર, તા. 29 જુલાઈ, 2026સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાદર ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિ (SRC)ના આયોજન હેઠળ પ્રથમ વર્ષના નવા વિદ્યાર્થીઓ માટે "દીક્ષારંભ–2026" પ્રવેશોત્સવ તથા ઓરિએન્ટેશન કાર્યક્રમ તેમજ " પરખ–2026" ગુરુપૂર્ણિમા ઉજવણીનું સફળ આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમની શરૂઆત ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ઉજવણીથી કરવામાં આવી. આ પ્રસંગે આચાર્યશ્રી ડૉ. કે. જી. પટેલ દ્વારા ગુરુ-શિષ્ય પરંપરાના મહિમા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે "ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને સાચી દિશા બતાવનાર માર્ગદર્શક છે." તેમણે નવા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છાઓ પાઠવી, નિયમિત અભ્યાસ, શિસ્ત, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી તેમજ કોલેજમાં ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત, એન.એસ.એસ., સપ્તધારા, પુસ્તકાલય અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કર્યો.ત્યારબાદ યોજાયેલા દીક્ષારંભ–2026 કાર્યક્રમમાં કોલેજના સિનિયર અધ્યાપકશ્રીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને કોલેજના વિવિધ પ્રકલ્પો, સમિતિઓ, શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિષય પસંદગી, અભ્યાસ પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ, પુસ્તકાલયની સુવિધાઓ તેમજ કારકિર્દી ઘડતર અંગે વિસ્તૃત અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને કોલેજજીવનને સફળ અને અર્થપૂર્ણ બનાવવા માટે જરૂરી સૂચનો અને પ્રેરણા આપવામાં આવી.ગુરુપૂર્ણિમાના અવસરે વિદ્યાર્થીઓએ ગુરુજનોનું સન્માન કરી ગુરુવંદના અર્પણ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને જીવંત બનાવ્યા.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિ (SRC) દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમને આચાર્યશ્રી ડૉ. કે. જી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતા મળી અને ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓના સુંદર આયોજનની હાર્દિક પ્રશંસા કરી.