ચાર દિવસ ના ભારે વરસાદ ના વિરામ બાદ ફરી ડાંગર રોપણી માં જોતરાયા ખેડૂતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે ચાર દિવસથી સતત વરસાદ વરસી રહયો હતો, આ ભારે વરસાદ ના કારણે ડાંગર રોપણી માં નુકસાન થવા પામેલ હતું, હાલમાં વરસાદે વિરામ લેતાં ફરી ખેડૂતો એ ઉત્સાહ પૂર્વક રોપણી કામ માં જોતરાયા છે. ભારે વરસાદ ના કારણે ડાંગર ની ક્યારી ઓનું ભારે ધોવાણ થયું છે. જેથી ડાંગર રોપણી ને પણ વ્યાપક નુકસાન થયું હતું.