જુનાગઢ મહિલા કોલેજ ના પ્રિન્સીપાલના નિવેદનથી વિવાદ
JUNAGADH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
જુનાગઢ મહિલા કોલેજ ના પ્રિન્સીપાલના નિવેદનથી વિવાદ
જુનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલના નિવેદનથી વિવાદ, વિદ્યાર્થીઓને રાજકીય પાઠ ભણાવવા અંગે ઉઠ્યા સવાલ
જુનાગઢ: જુનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓને સંબોધતા આપવામાં આવેલા એક નિવેદનને લઈને વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ છે કે તેમણે વિદ્યાર્થીઓ તેમજ કોકરોચ પાર્ટી દ્વારા ચાલી રહેલા આંદોલનને દેશવિરોધી પ્રવૃત્તિ ગણાવ્યું હતું.
આ નિવેદન બાદ વિદ્યાર્થીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે લોકશાહી વ્યવસ્થામાં શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરવી દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને આવા આંદોલનને દેશવિરોધી ગણાવવું યોગ્ય નથી.
આ ઘટનાના પગલે એક મહત્વનો પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો છે કે, શું શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને રાજકીય વિચારો અથવા રાજકીય અભિપ્રાયો આપવાના પાઠ ભણાવવા યોગ્ય છે? શિક્ષણવિદોના મત મુજબ, શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યો, લોકશાહી, જવાબદારી અને વિવેકપૂર્ણ વિચારશક્તિનો વિકાસ કરવો જોઈએ, જ્યારે કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા તરફ પ્રેરિત કરતી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ.