જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં ડાંગના કોંગ્રેસ આગેવાનોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી**ડાંગમાં ભારે વરસાદ અને ભૂકંપના આંચકાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ; કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાની સેવામાં તત્પર રહેવાની ખાતરી અપાઈ*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં ડાંગના કોંગ્રેસ આગેવાનોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી**ડાંગમાં ભારે વરસાદ અને ભૂકંપના આંચકાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ; કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાની સેવામાં તત્પર રહેવાની ખાતરી અપાઈ*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં ડાંગના કોંગ્રેસ આગેવાનોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરીની મુલાકાત લીધી*
*ડાંગમાં ભારે વરસાદ અને ભૂકંપના આંચકાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ; કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાની સેવામાં તત્પર રહેવાની ખાતરી અપાઈ*
રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદ અને તાજેતરમાં અનુભવાયેલા ભૂકંપના આંચકાઓને પગલે પ્રજાની સુરક્ષા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરેની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વીણાબેન ગાંગુર્ડે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જિજ્ઞેશભાઈ સોલંકી, તાલુકા સદસ્ય શ્રી રાકેશભાઈ પવાર તથા શ્રી જગ્ગુભાઈ બાગુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન આગેવાનોએ સંબંધિત અધિકારીઓ પાસેથી જિલ્લામાં વરસાદને કારણે થયેલ નુકસાન, રસ્તાઓ પર પડેલા ભંગાણ, નદી-નાળાઓની સ્થિતિ તેમજ ભૂકંપના આંચકા બાદની સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાની અપીલ કરી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરે અને સમગ્ર ટીમે વહીવટી તંત્રને સ્પષ્ટ ખાતરી આપી હતી કે, ડાંગની જનતા પર આવી પડેલી આ કુદરતી આફતના સમયે જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા તમામ કાર્યકરો કોઈપણ ક્ષણે અને દરેક જગ્યાએ મદદ કરવા માટે સંપૂર્ણપણે તત્પર અને કટિબદ્ધ છે. જરૂરિયાત મુજબ લોકોને રાશન, સલામત સ્થળે ખસેડવા કે અન્ય કોઈ પણ પ્રકારની તબીબી અને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં કોંગ્રેસ પાર્ટી પ્રજાની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે.
અખંડ ભારત