*શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર,ઈડર તાલુકા વોલીબોલમાં પ્રથમ સ્થાને રહી*
SGFI શાળાકીય સ્પર્ધામાં ચાલુ વર્ષે 2026-27 તાલુકા કક્ષાની વોલીબોલની સ્પર્ધા ઉમેદગઢ હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી. જેમાં ઇડર તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ તેમજ પ્રાથમિક શાળાઓમાંથી વિવિધ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર ઇડરના વિદ્યાર્થીઓએ અંડર-19 ભાઈઓની વોલીબોલ ટીમ ઈડર તાલુકામાં પ્રથમ નંબરે વિજેતા રહી. જ્યારે અંડર-17 બહેનોની વોલીબોલની ટીમ તૃતીય નંબરે રહી. શાળાના આચાર્યશ્રી પી.કે.પટેલ તેમજ શાળા પરિવારે વોલીબોલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ માર્ગદર્શક પી.ટી શિક્ષકશ્રી શૈલેષભાઈ પટેલની કામગીરીને બિરદાવી હતી.