પારેખ હિતેષભાઈ, બરવાળા (ઘેલાશાહ) તા.29.07.2026 ને બુધવાર ના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા લોકોના વિશ્વાસુ એવા શ્રી પારેખ સર નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુરુના જ્ઞાન, સંસ્કાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત માર્ગદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી."ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ; ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ."