બાયડના પાલડી પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
બાયડના પાલડી પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છેવાડાના પાલડી ગામે આવેલ પાલડી પ્રાથમિક શાળામાં આજરોજ ગુરુપૂર્ણિમા અને ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાયડના જાણીતા તબીબ અને ભારત વિકાસ પરિષદ બાયડના પૂર્વ પ્રમુખ ડૉ. મિનેષ ગાંધી સાહેબે સહયોગ આપ્યો હતો. શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઇ સોનીએ ગૌરી વ્રત નિમિત્તે શાળામાં ભણતી દીકરીઓને ગૌરીવ્રત અંગે વિસ્તૃત સમજ આપી હતી. દીકરીઓને સૂકા મેવાનું અને વિધાર્થીઓને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. શાળા પરિવારે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.