બાયડમાં એક ઈંચ વરસાદ ખેતી લાયક વરસાદ
બાયડ તા.૨૭
બાયડ - અને સાઠંબા તાલુકામાં ચાર પાંચ દિવસથી વરસાદની પેટર્ન બદલાઈ હોય તે પ્રકારે વરસાદ પડતો નથી. છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ વચ્ચે રીમઝીમ વરસાદ વરસે છે. તાપમાનના પારામાં થઈ રહેલા ઘટાડાના પગલે લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી તો બીજી તરફ બાયડ-સાઠંબા તાલુકામાં વરસાદી માહોલ હોવા છતાં હજુ સુધી પુરતા પ્રમાણમાં વરસાદ પડયો નથી જુલાઈ માસ પુરો થવા આવ્યો ત્યા સુધી સારો વરસાદ પડયો નથી. જુલાઈ ના મધ્ય દિવસો સુધી ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે. અગાઉ ના વર્ષોની સરખામણીએ વરસાદ ઓછો પડતા ખેડુતોમાં પણ ચિંતા વ્યાપે છે. બાયડ-સાઠંબા તાલુકામા ભેજના પ્રમાણમાં વઘઘટ થવાથી ઉકળાટ ની સાથે સાથે ગરમીમાં રાહત મળી છે. બાયડ ખાતે આવેલી વાત્રક નદીમાં હજુ વરસાદી પાણી આવ્યા નથી જેથી વાત્રક નદી હજુ ખાલી ખમ જોવા મળી છે.
બાયડમાં સૌથી ઓછો વરસાદ ૩૪ ટકા
બાયડમાં ઓરેન્જ એલર્ટ આપવા જતા પણ સારો વરસાદ પડતો નથી.