અષાઢી બીજે ૧૬૦ કાર અને 562 બાઈકની ખરીદી કરવામાં આવી.. | Akhand Bharat Dainik
અષાઢી બીજે ૧૬૦ કાર અને 562 બાઈકની ખરીદી કરવામાં આવી..
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
અષાઢી બીજે ૧૬૦ કાર અને 562 બાઈકની ખરીદી કરવામાં આવી..
સોશિયલ મીડિયા ના માધ્યમથી મળતી માહિતી મુજબ, ઝાલાવાડમાં અષાઢી બીજ ને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજના પવિત્ર દિવસે ખાસ કરીને વાહનોની ખરીદી કરવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે, અષાઢી બીજ ના એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનોની ખરીદી કરવામાં આવી હતી, જેમાં આશરે 562 બાઈક અને 160 કાર લોકોએ ખરીદી કરી હતી, જુદી જુદી કંપનીના બાઈક અને કારના શોરૂમમાં સવારથી જ લોકોને ભીડ જોવા મળી હતી એક અંદાજ મુજબ આજના એક દિવસમાં કુલ વાહનોની ખરીદી કરવામાં આવી હતી, 7 લાખથી 27 લાખ સુધી ની ગાડી અને રૂપિયા 60,000 થી લઈને 1.5 લાખ સુધીના બાઈકની પણ ખરીદી કરી હતી, અષાઢી બીજ એ વણજોયું મૂહુત કહેવાય આથી ગુજરાતમાં અષાઢી બીજના દિવસે વાવેતર, વાહન લેવું, નવી વસ્તુ ખરીદી, નવા મકાનમાં કળશ મુહુર્ત વગેરે વધારે થાય છે, સર્વ રીતે સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્તિ માટે પણ અષાઢી બીજ નું મહત્વ છે, અષાઢી બીજ નું મહત્વ એટલે પણ છે કે ચોમાસાની શરૂઆત તે દિવસથી થાય છે, લાભ પાંચમ સુધી આખા વર્ષમાં અક્ષય તૃતીયા અને અષાઢી બીજ વણ જોયું મુહૂર્ત કરવામાં આવે છે....