14 વર્ષ પૂર્ણ થવાના અવસરે હાર્દિક શુભેચ્છાઓ.
આજે આપણી પ્રિય સંસ્થા ‘ઘી આદર્શ સહકારી શરાફી માંડળી લિ., તલોદ’ ને સફળતાપૂર્વક 14 વર્ષ પૂર્ણ થતા અમને અત્યંત ગૌરવ અને આનંદની અનુભૂતિ થાય છે.14 વર્ષ પહેલા શરૂ થયેલો આ સફરનો પંથ વિશ્વાસ, પારદર્શિતા, સહભાવના અને સમર્પણના મજબૂત આધાર પર આગળ વધતો રહ્યો છે. સભ્યશ્રીઓનો અમૂલ્ય વિશ્વાસ, માર્ગદર્શકોનો સહકાર અને કર્મચારીઓની નિષ્ઠા – આ ત્રણે આપણા સતત વિકાસના પાચાના સ્તંભ રહ્યા છે.આ 14 વર્ષમાં આપણે અનેક પડકારોનો સામનો કર્યો, પરંતુ દરેક પડકારને આપણે એક તક તરીકે સ્વીકારીને પ્રગતિના નવા માર્ગ બનાવ્યા. આજના સમયમાં મંડળીની નોંધપાત્ર વિશ્વસનીયતા, ઉત્તમ સેવા અને મજબૂત વ્યવસ્થાપન માટે ઉદારાદણ બની ૨હી છે, તે આપણા સૌના એકજૂટ પ્રયત્નોનું ફળ છે.અમે ભવિષ્યમાં પણ સભ્યશ્રીઓની જરૂરિયાતોને સમજીને વઘુ સારી અને આધુનિક સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ. આપણી મંડળી માત્ર નાણાકીય સંસ્થા નથી, પરંતુ એક પરિવાર છે – જ્યાં દરેક સભ્યનું હિત અને વિકાસ સૌથી અગત્યનું છે.આ અવસરે, હું તમામ સભ્યશ્રીઓ, ડિરેકટર મંડળ, કર્મચારીઓ અને શુભેચ્છકોનો દિલથી આભાર માનું છું. આપ સૌના સહકાર અને વિશ્વાસથી જ આ સફર સફળ બની છે.
ચાલો, સૌ સાથે મળીને વધુ ઊંચાઈઓ સર કરીએ અને ‘ધી આદર્શ સહકારી સરાફી માંડળી લિ., તલોદ’ ને નવી સફળતાના શિખરો સુધી પહોંચાડીએ.
ધન્યવાદ. જય સહકાર! જય આદર્શ!
રિપોટર=આસિફ લુહાર તલોદ સાબરકાંઠા 9913879099