વરસાદગ્રસ્ત વિસ્તારોમાં ચેતનભાઈ જોગરાણા અને કાર્તિકભાઈની નિઃસ્વાર્થ ટિફિન સેવા
KHEDA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
વરસાદગ્રસ્ત વિસ્તારોમાં ચેતનભાઈ જોગરાણા અને કાર્તિકભાઈની નિઃસ્વાર્થ ટિફિન સેવા
સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં સમાજસેવી ચેતનભાઈ જોગરાણા તથા કાર્તિકભાઈ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને ટિફિન સેવા પૂરી પાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ વચ્ચે પણ બંને સેવાભાવીઓ સતત વિવિધ ગામોમાં ફરી લોકોને સમયસર ભોજન મળી રહે તે માટે કાર્યરત છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા દ્વારા અનેક પરિવારોને રાહત મળી રહી છે.
સ્થાનિક લોકોએ ચેતનભાઈ જોગરાણા અને કાર્તિકભાઈના સેવાકીય કાર્યની પ્રશંસા કરી તેમને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. આપત્તિના સમયમાં માનવસેવાનો આ પ્રયાસ સૌ માટે ઉદાહરણરૂપ બની રહ્યો છે.